ડ્રેગન 'જેની લાઠી એનો દરિયો' એવો એટીટયુડ દેખાડી રહ્યું છેઃ જપાનને અંધારામાં રાખી ચીને 'ઇસ્ટ ચાઇના સી'માં ૧૬ ગેસ પ્લેટફોર્મ શરૃ કર્યા જેનો ઉપયોગ જતે દહાડે યુદ્ધ માટે થઇ શકેઃ સૈકા જૂના જળસીમા વિવાદના મોજા ઉછળ્યા
આ દુનિયા એક દ્વંદ્વયુદ્ધ છે. ભારત-પાકિસ્તાન,ચીન - જપાન, અમેરિકા-રશિયા, ઉત્તર કોરિયા- દક્ષિણ કોરીયા, સુન્ની રાષ્ટ્રો-શિયા રાષ્ટ્રો આ બધા એકબીજા સાથે ગમે ત્યારે કોઇને કોઇ મુદ્દે બાખડતા જ રહે છે.
થોડા સમયથી પાણીમાં ગરક થઇ ગયેલો ચીન-જપાન વચ્ચેનો ઇસ્ટ ચાઇના સીનો વિવાદ ફરી ઇમારત જેવા ઊંચા મોજાની જેમ ઉછળા મારી રહ્યો છે. 'યે દુશ્મની હમ નહીં તોડેંગે' એવું ગીત ગાતા ચીન-જપાન વિશે વાત કરીએ ત્યારે 'યે સો સાલ પહેલે કી બાત હૈ' એવો બોલિવુડ સ્ટાઇલ તકીયા કલામ ઉચ્ચારીને ફ્લેશબેકમાં ઠેકડો મારવો પડે...
૧૮૯૫માં થયેલા યુદ્ધમાં જપાને ચીનને પરાસ્ત કરી દીધું હતું અને તાઇવાન પડાવી લીધું હતું. બાદમાં રશિયા અને બીજા રાષ્ટ્રોના દબાણથી આ પ્રદેશ પાછો આપવો પડયો. ઠેઠ ત્યારથી જપાન અને ચીન વચ્ચે ઇસ્ટ ચાઇના સમુદ્રમાં જળસીમા વિખવાદ છે.
બંને દેશો હજી સુધી આ દરિયા પર સરહદ ખેંચવા માટે સહમતી સાધી શક્યા નથી અને હાલ ભરતીના નીરની જેમ તનાવ ઘૂઘવી રહ્યો છે.
જપાન કેબિનેટના મુખ્ય સચિવ યોશિહિદે સુબાએ ૨૨મી જુલાઇએ એક પ્રેસ કોન્ફરન્સ બોલાવી અને પર્દાફાશ કર્યો કે ઇસ્ટ ચાઇના સમુદ્રમાં ચીન જુન ૨૦૧૩થી જપાનને સાથે રાખ્યા વિના ગેસ પ્લેટફોર્મ બનાવી રહ્યું છે.
વાત વધુ મજબૂતીથી મૂકવા ફોટોગ્રાફ્સ સાથેના પુરાવા રજૂ કરવામાં આવ્યા. આ પંથકમાં ચીનની લશ્કરી હીલચાલ પણ વધી રહી છે. તેના હેલિકોપ્ટર અને જહાજો અવાર-નવાર અહીં આંટાફેરા કરતા રહે છે. દક્ષિણ ચીન સમુદ્રમાં પાણી આઘુ ધકેલીને જમીન રીક્લેમ કરી છે એ રીતે પૂર્વ ચીન સમુદ્રમાં ૧૬ જગ્યાએ ગેસ પ્લેટફોર્મ ઊભા કર્યા છે.
સાઉથ ચાઇના અને ઇસ્ટ ચાઇના સમુદ્રની માલિકી મામલે બાપ-દાદાના વખતથી બેય રાષ્ટ્રો વચ્ચે ઝઘડો ચાલી રહ્યો છે.
છેલ્લે ૨૦૦૮માં બંને દેશો વચ્ચે વાર્તાલાપમાં એવી સમજૂતી થઇ હતી કે ઇસ્ટ ચાઇનાના સાગરમાં બેઉ સાથે મળીને કુદરતી સ્ત્રોતો વિકસાવશે. કિંતુ ચીને અંચઇ કરીને એકલા-એકલા કામ શરૃ કરી દીધું.
જપાને દહેશત વ્યક્ત કરી છે કે આ ગેસ પ્લેટફોર્મ પર ભવિષ્યમાં રડાર સ્થાપીને ચીન હેલિકોપ્ટર તથા ડ્રોન ઊડાવી શકે છે. લશ્કરી ઉપયોગ ખતરો કા ખિલાડી સાબિત થાય એમ હોવાથી જપાને ચુંબક બતાવી સમગ્ર જગતની નજર આ તરફ ખેંચી છે. દક્ષિણ ચીન સમુદ્રમાં ચીને નિર્જન ટાપુઓ પર યુદ્ધ જહાજો લાંગરી શકાય, હેલિકોપ્ટર લેન્ડ કરી શકાય એવી વ્યવસ્થાઓ ઊભી કરી જ છે. આથી ઇસ્ટ ચાઇના સીમાં પણ જતે દહાડે આવા પ્રકારની ગોઠવણ ન થાય એ માનવા તૈયાર ન હોય તો આંતરરાષ્ટ્રીય સમુદાયો ખાંડ ખાઇ રહ્યા છે.
૧૯૭૦માં યુએસ આ મુદ્દે જપાનની પડખે ઊભું રહ્યું હતું. પરંતુ અત્યારના હાલાત અલગ છે. તે સળગતા હાથમાં લેવા માગતું નથી. અમેરિકાનો ભય ન હોવાથી ચીન વધુને વધુ ઉધામા કરી રહ્યું છે. ગેસ પ્લેટફોર્મ ઇક્વિડિસ્ટન્સ રેખાથી ચીન તરફ હોવાથી વધુ કંઇ કહી શકાય એમ નથી એવો એક મત છે, પરંતુ જ્યારે જપાને તેની તરફના દરિાયમાં કોઇ પ્રવૃત્તિ કરી હોય ત્યારે ચીને પણ ગામ ગજવ્યું છે. યુનાગુમી ટાપુ પર હિલચાલ આરંભી એ વખતે પણ તે તરત જ ઊંચાનીચું થયું હતું. જપાનને એવીય બીક છે કે ચીન એના વિસ્તારમાં સારકામ કરીને જપાનના દરિયાનો તેલ અને ગેસ પણ ખેંચી શકે છે. થોડા સમય પહેલા ચાઇનીઝ મછવારાઓની બોટ જપાનના ઓગાસોઆટા ટાપુ પર જતી ચડી હતી. જેવી રીતે પાકિસ્તાની સૈનિકો લદ્દાખમાં ઘેરો ઘાલે છે એમ. બંને વચ્ચે ટાટીયાખેંચ થતી રહે છે.
અને પાકિસ્તાનની જેમ ચીન પણ અવળચંડાઇમાં અવ્વલ છે. તે તેના બધા જ પડોશીઓની જગ્યા દબાવવાના પેતરા કરતું રહે છે. ચીનની દબંગગીરીથી જપાનની જનતામાં પણ અશાંતી અને અસંતોષ જોવા મળી રહ્યાં છે.
જપાન માગણી કરી રહ્યું છે કે ચીન તાત્કાલીક આ સોળેસોળ ગેસ પ્લેટફોર્મ બંધ કરી દે, પરંતુ વિશ્વ રાજનીતિમાં પોતાને સારી રીતે સ્થાપી ચૂકેલા ચીને તેમ કરવાની ઘસીને ના કહી દીધી છે.
પ્રથમ સપ્ટેમ્બરે બીજા વિશ્વયુદ્ધના આરંભ અને બીજીએ સમાપનની સાલગીરહ છે. આ તકે જપાન ચીનનું વધુ નાક દબાવી તેને અટકાવવા પ્રયત્ન કરે એ અપેક્ષિત છે. આ ઉપરાંત અસિઅનમાં પણ ગુહાર લગાવી છે.
ગત ઓક્ટોબરમાં મલાબાર નેવલ એક્સરસાઇઝમાં આપણે જપાનને તેડાવ્યું હતું. મોદી જપાન ગયા ત્યારે તેમણે ચીનની વિસ્તારવાદી નીતિ વિરૃદ્ધ અબે સમક્ષ વાત છેડી હતી. ભારત-જપાન બંને ચીનની વિસ્તારવાદી સતામણીનો ભોગ બનેલા છે. એવામાં ઇન્ડીયા જપાનના પક્ષે જ હોય એમાં બે મત નથી.
૧૯૫૦-૬૦માં એશિયામાં જપાનના ઘણા શત્રુ હતા, પણ સાયન્સ અને ટેકનોલોજીની મદદથી રોકેટવેગે વિકાસ સાધીને તથા નરમ - સત્તા અખત્યાર કરીને તેણે ફિલિપાઇન્સ, વિયેતનામ અને બીજા દેશો સાથે ઘનિષ્ઠ મૈત્રી કેળળી લીધી. જ્યારે ચીન આજથી તારીખે પણ યુદ્ધખોર માનસનું જણાય છે. આથી વિશ્વએ આ વિશે વિચારવું જોઇએ.
કુલદીપ કારિયા

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો